13. આખરે મળ્યો ખજાનો ! દીપડાએ એ મોટા પથ્થર પરથી નીચે છલાંગ લગાવી. હું ફફડી ગયો. પણ અમારે ચિંતા કરવા જેવું નહોતું, કારણ કે અમારી પાસે પિસ્તોલ અને છરી હતાં. જોકે બને ત્યાં સુધી અમે એ વન્યજીવને કોઈ નુકસાન પહોંચાડવા માગતા નહોતા. મેં થેલો ખોલીને ધીરેથી પિસ્તોલ કાઢી થોમસને આપી. મેં અને જેમ્સે હાથમાં છૂરી પકડી લીધી. દીપડો અમારાથી દસેક કદમ દૂર હતો. હજી પણ એ દાંત બતાવી અમને ત્યાંથી ચાલ્યા જવા ચેતવણી આપતો હતો. અમે જો પ્રવાસીઓ હોત તો એની ચેતવણીને માન આપીને ચાલ્યા જાત, પણ અત્યારે અમારી મજબૂરી હતી. મેં ઈશારો કર્યો એટલે જેમ્સ અને થોમસ મારાથી