MH 370 - 17

  • 590
  • 272

17. એક ચીસ અને..મેં માથું ફૂટ્યું અને બોલ્યો “હત્તેરેકી.. આટલી મહેનત પછી જ્યારે ઓચિંતો કોઈ ગ્રાઉન્ડ કંટ્રોલ નો સંપર્ક  થયો ત્યારે એ લોકોએ મઝાક સમજીને જવા દીધું! હવે તો બેટરીએ પણ ચાર્જ બંધ  બતાવ્યો.”કો પાયલોટે મારા ખભે હાથ મૂકી આશ્વાસન આપ્યું. કહે કે આપણે થતા પ્રયત્નો કરેલા. હજી કદાચ કોઈ સાધન ચાલુ થઈ શકે છે. એ સિવાય પણ એક વાર કોઈએ આપણા કો ઓર્ડીનેટ માગ્યા એટલે આપણે ક્યાં છીએ એની તો ખબર પડી? એ આગળ જણાવે ને આગળવાળા કોઈ એક્શન લે તો મદદ આવવાની શક્યતાઓ છે.મેં કહ્યું કે તારી વાત સાચી છે. હવે અમે થોડું આમ તેમ કરી જોયું. કંપાસ ચાલતો