એકાંત - 74

  • 448
  • 244

પ્રવિણે નિસર્ગ પાસે એનાં મમ્મી અને પપ્પાને એક કરવાની વાત જણાવી દીધી. નિસર્ગ એના પપ્પાના નામથી નફરત કરતો હતો. એમના કારણે તેં વડોદરાથી દૂર વેરાવળ સોમનાથ આવી પહોંચ્યો હતો."તમારે બીજું કોઈપણ પ્રોમિસ જોઈએ એ હું આપવા તૈયાર છું, પણ માફ કરજો. જે વ્યક્તિના ચહેરાથી મને નફરત છે; એમને હું સેકન્ડ ચાન્સ નહીં આપી શકું. એમણે આટલાં વર્ષો સુધી મારી મમ્મીની કદર ના કરી. એમણે પાછળ વળીને પણ ના જોયું કે તેઓ એમના વિનાનું જીવન કેવી રીતે જીવ્યું હશે? એમને હું મારી કે મારાં મમ્મીની લાઈફમાં કદાપિ નહિ લઈ આવું." નિસર્ગે દાંતને ભીસ દઈને ગુસ્સામાં બોલ્યો."નિસર્ગ, આપણી કમજોરી એ છે કે આપણે