એકાંત - 73

  • 578
  • 300

પ્રવિણે પોતાનો પાંત્રીસ વર્ષ જુનો ભુતકાળ પહેલી વાર હાર્દિક, નિસર્ગ અને રાજની સામે ખુલ્લો કરી દીધો હતો. પ્રવિણના ચહેરા પર સાચુ બોલવાનું અને કોઈના દીકરાને સગા દીકરાથી વધુ પ્રેમ આપવાનું તેજ દેખાય રહ્યું હતું. કોઈનો ભુતકાળ આટલો પણ દુઃખદ કઈ રીતે હોય શકે ?પ્રવિણની કહાણી સાંભળીને સૌથી વધુ દુઃખ રાજને થયું. પ્રવિણની એક એક ઘટના સાંભળીને એના હાથના રૂવાંડા ઊભા થઈ ગયાં હતાં. એણે કશું વિચાર કર્યા વગર ઊભો થઈને પ્રવિણને કશીને બાથ ભીડી લીધી. રાજને કશું બોલવું હતું, પણ શબ્દો ગળે ડૂમો ભરીને દબાયેલા હતા. જીભે શબ્દોનો સાથ આપ્યો નહીં તો રાજ જોરથી રડવા લાગ્યો.પ્રવિણની સાથે હાર્દિક અને નિસર્ગ