પ્રવિણ પારુલ સાથે મેરેજ કરવાની હા કરી દીધી. રજાના દિવસે એ એના પપ્પા અને મામા પારુલનાં ઘરે ગયાં; ત્યાં એનાં મામાનાં કહેવાથી પ્રવિણ અને પારુલ એકાંતમાં વાતો કરવાં માટે અગાશી પર જતાં રહ્યાં. એક વર્ષનો રવિ જે પારુલ વિના એક પળ ના રહી શકવાથી એ પણ પારુલની સાથે જ હતો. રવિના ચહેરા પર માસુમિયત છલકાઈ રહી હતી. કોઈ નિષ્ઠુર વ્યક્તિ જ હોય જેને માસુમ રવિ પ્રત્યે પ્રેમ ઉદ્દભવે નહીં.રવિ એની કાલીઘેલી બોલીથી પારુલ સાથે મસ્તી કરી રહ્યો હતો. પ્રવિણ રવિની નિર્દોષ હરકતો જોવામાં મગ્ન થઈ ગયો હતો. પારુલે એક નજર પ્રવિણ પર કરી. પ્રવિણનું પૂરું ધ્યાન રવિ પર હતું. "તમારે રવિને રમાડવો