મારા અનુભવો - ભાગ 49

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 49શિર્ષક:- હરિજનોનો મંદિરપ્રવેશ_૧લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 49."હરિજનોનો મંદિરપ્રવેશ_1" હિન્દુ પ્રજા ધાર્મિક તથા આધ્યાત્મિક ક્ષેત્રે વિશ્વની સૌથી વધુ અસ્પષ્ટ તથા અવ્યવસ્થિત પ્રજા છે. અસંખ્ય શાસ્ત્રો, અસંખ્ય માન્યતાઓ અને અસંખ્ય મહાપુરુષો દ્વારા પ્રશાસિત હોવાથી આવી સ્થિતિ થઈ છે. ઈશ્વરવાદ તથા અનીશ્વરવાદ, હિંસા અને અહિંસા, યજ્ઞો અને યોગ, ભક્તિ અને અમર્યાદ ભોગ – આ બધું એકસાથે જોવા મળી શકે છે. આ વ્યવસ્થાથી તે દુર્બળ થઈ છે. ધર્મનું સ્વરૂપ અને માન્યતાઓ બાબત પ્રત્યેક ગામમાં અરે, કેટલીક વાર તો પ્રત્યેક ઘરમાં જુદાં જુદાં સ્વરૂપો જોવા મળે છે. આજે ભારતમાં જ લગભગ