જીવન પથ - ભાગ 32

જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૩૨         ‘વસ્તુઓ અપેક્ષા મુજબ ન હો પણ આગળ વધતાં રહેશો તો જીત તમારી જ થશે.’         આજના જમાનામાં જ્યાં બધું જ ઇન્સ્ટન્ટ જોઈએ છે ત્યાં આ વિચારનું મહત્ત્વ વધી જાય છે. વસ્તુઓ આપણા પ્લાન પ્રમાણે ન થાય તોય અટકવાનું નહીં બસ 'મૂવ ઓન' થવાનું.         સફળતા એ નથી કે તમે કેટલું ઝડપથી પહોંચ્યા પણ એ છે કે તમે કેટલીવાર પડીને ફરી ઊભા થયા. પરિણામ ભલે તમારી અપેક્ષા મુજબ ન હોય. જ્યાં સુધી તમારો 'સંઘર્ષ' ચાલુ છે ત્યાં સુધી 'જીત' માત્ર સમયની વાત છે.         હું તમને એક યુવાન એન્જિનિયર જૈનિલનું ઉદાહરણ આપું છું. જૈનિલે કોલેજ પૂરી થતાં જ એક 'ગ્રીન ટેક' સ્ટાર્ટઅપ શરૂ કર્યું. તેનો આઇડિયા પાવરફુલ