ભાગ ૨ : પરીક્ષાદિવાળીની તે રાતે હાથમાં હાથ લઈને કરેલી કસમ બાદ માયા અને નિલના સંબંધમાં વધુ ઊંડાણ આવી ગયું.બંને રોજ મળતા ન હતા, પણ ફોન–મેસેજ–ચેટમાં એકબીજાની સાથે જીવતા હતા.પણ જીવન હંમેશા ફક્ત સપનાં જેવું નથી હોતું…એક સાંજ માયાના પપ્પાએ એને ગંભીર અવાજમાં બોલાવ્યું: "માયા, તું ઘણીવાર બહાર જાય છે, મોડે સુધી ફોનમાં વ્યસ્ત રહે છે… શું વાત છે? કોઈ ખાસ છે?"માયા ગભરાઈ ગઈ. એણે કશું કહ્યું નહિ, ફક્ત આંખો ઝુકાવી દીધી.પપ્પાને શંકા થઈ ગઈ…બીજી તરફ, નિલના ઘરે પણ ચર્ચા શરૂ થઈ. એની મમ્મીએ કહ્યું: "નિલ, હવે તારો અભ્યાસ પૂરો થઈ ગયો છે. તને મોતીબેનની દીકરી સાથે જોઈતી વાત કરવાની