૧. હત્યાની રાત અમદાવાદના જૂના પોલમાં શાંતિ છવાયેલી હતી. સાંજના નવ વાગતા જ ઘરોના દરવાજા બંધ થઈ જતા.સાંકડા રસ્તાઓમાં અંધકાર અને લાલટેનના કાંપતા પ્રકાશ સિવાય કશું નહોતું. એ રાતે અચાનક એક ભયંકર ચીસ સંભળાઈ. “બચાવો…! હાય દયાળ…!” લોકો દરવાજા તરફ દોડી આવ્યા.દરવાજો અંદરથી બંધ હતો.ખટખટાવ્યું, ધકેલ્યું – પણ ખુલ્યો નહીં. પડોશી મનહરભાઈએ બારીનો કાચ તોડી અંદર જોયું… અને પછી બધાની આંખો ફાટી ગઈ. વેપારી હસમુખભાઈ પટેલ જમીન પર લોહીના તળાવમાં પડેલા.દીવાલ પર લોહીથી લખાયેલું એક શબ્દ — “સત્ય” પત્ની ચીસા પાડી પડી:“હાય ભગવાન! મારા હસમુખજી… કોણે આ કર્યું?” બધા સ્તબ્ધ.લોકો એકબીજાને જોઈ રહ્યા.દરવાજો અંદરથી બંધ હોય, તો હત્યારો ક્યાં ગયો?