પ્રવિણ એનુ મન શાંત કરવા માટે અડધી રાત્રે ઘાટ પર જઈને સુઈ ગયો હતો.સવારની સોમનાથ દાદાની આરતી સાથે એની ઊંઘ ઊડી ગઈ.શ્રધ્ધાળુ લોકોને જોઈને એની ઈચ્છા વૈરાગ્ય બનવાની થઈ ગઈ હતી પણ એના સ્વાર્થને કારણે એ એનાં માતા અને પિતાની જવાબદારી પણ છોડી શકતો ન હતો.એને સંસારમાં રહેવુ હતુ પણ બીજા કોઈ બંધનમાં બાંધાઈને કોઈનુ જીવન ખરાબ કરવાની એની ઈચ્છા ન હતી.એણે બે હાથ જોડીને એની તકલીફને સોમનાથ દાદાને કહી સંભળાવી. સોમનાથ દાદા એની સાથે જરુર કાંઈક સારુ જ કરશે એવી આશાએ તે ઘાટ પરથી ઊભો થઈને ઘર તરફ જવા નીકળી ગયો.આકાશમાં અંધકાર હતો કારણ કે સૂરજદાદાએ હજુ પૃથ્વી પર