મારી કવિતાની સફરજીવનના કેટલાક પ્રસંગો એવા બને છે કે જે આપણને અંદરથી બદલાવી નાખે છે. મારી કવિતાની કે લેખન ની સફર પણ એવી જ એક કહાની છે.હું ત્યારે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટ માં અગિયારમા ધોરણમાં ભણતો હતો. એ દિવસો નિર્દોષપણાના, સ્વપ્નોના અને નવી દુનિયા શોધવાના હતાં. ક્લાસરૂમમાં શિક્ષકો પાઠ સમજાવતા, મિત્રો રમૂજી વાતોમાં મશગૂલ રહેતા, પણ મારી અંદર એક અજાણી ખળભળાટ ચાલતી. એ ખળભળાટ શબ્દોની હતી, લાગણીઓની હતી. એ જ દિવસોમાં ગુજરાતી સાહિત્ય નો પરિચય થયો અને જાણે મારી અંદર એક નવો જ વિશ્વ ખુલી ગયો. કવિતાના શબ્દોમાં જે સંગીત હતું, એ સંગીત મારા મનની ધબકાર સાથે એકરૂપ થઈ ગયું.શરૂઆતમાં ફક્ત