રૂમ નંબર 208 - 1

સવારના ૭ વાગ્યાનો સમય હતો અને મુંબઈ ના ગીચ વિસ્તારમાં આવેલી 'સ્ટાર વીલા હોટલ ના રિસેપ્શન પર શાંતિ છવાયેલી હતી. કાઉન્ટર પર બેઠેલા યુવક, આદિત્ય, માટે આ શાંતિ કોઈ આશીર્વાદથી ઓછી નહોતી. છેલ્લા બે વર્ષથી તે અહીં નોકરી કરતો હતો. હોટેલ ભલે જૂની અને જર્જરિત લાગતી હોય, પરંતુ તેનું લોકેશન ખૂબ સારું હતું, જેના કારણે અહીં મુસાફરોની અવરજવર સતત રહેતી હતી.       અચાનક, હોટેલના મુખ્ય દરવાજા પર એક યુવતીનું આગમન થયું. તે લગભગ ૨૫ વર્ષની હશે. તેના ચહેરા પર એક અનોખી શાંતિ અને આંખોમાં એક અજાણ્યો ભય છલકાતો હતો. તેણે આસમાની રંગનો સલવાર સૂટ પહેર્યો હતો અને હાથમાં એક નાનો