16. દળી દળીને ઢાંકણી માં!એ આદિવાસી રાડ નાખતો પડ્યો એ સાથે મેં દોડી જઈ એક લાકડું એ વાયર નજીક રાખી બેટરી સાથેની સ્વીચ બંધ કરી. એ છૂટો થયો. એ બોલી શકે એમ ન હતો. હવે એની આંખમાં આભાર જેવી લાગણી દેખાતી હતી. હા, મેં જીવનું જોખમ લઈ એને હાઈ વોલ્ટેજ કરંટ થી દૂર કરેલો. સામાન્ય રીતે આવા કરંટ માણસ મરી જ જાય કે જે ભાગ અડ્યો એ ખોટો પડી જાય. કદાચ એનો કરંટ વિમાનનાં પતરાં માંથી પસાર થઈ નીચે જમીનમાં ઉતરી ગયો હશે.મને કેમ કરંટ ન લાગ્યો? મેં જોખમ તો લીધેલું પણ મારા પગ વિમાનના તળિયે રબરની મેટી પર હતા