પડકાર નો સ્વીકાર

"પડકારનો સ્વીકાર" એટલે જીવનમાં આવતી મુશ્કેલીઓ, પરિસ્થિતિઓ કે અવસરને હિંમતપૂર્વક અને આત્મવિશ્વાસથી સ્વીકારવું. પડકાર નો સ્વીકાર- મુશ્કેલીથી મૂંઝાઈ જઈ ગભરાટપૂર્વક પલાયન થનારો માનવી ખરેખર તો સફળતાથી જ દૂર ભાગતો હોય છે કોઈપણ પડકાર ભરી પરિસ્થિતિ આપણને હરાવી ન શકે જ્યાં સુધી આપણે પોતે હાર ન સ્વીકારી લઈએ..જીવનમાં હંમેશા ઉંચા- નીચા, સારા-ખરાબ સમય અને વિવિધ પરિસ્થિતિઓ સાથે આગળ વધવું પડે છે. કોઈપણ સફળ વ્યક્તિએ પોતાની યાત્રા દરમિયાન અનેક પડકારોનો સામનો કર્યો હોય છે. જીવનમાં મુશ્કેલીઓ આવવી સ્વાભાવિક છે, પણ મહત્વની વાત એ છે કે તમે તે પડકારો સામે કેવી રીતે પ્રતિક્રિયા આપો છો.મુશ્કેલીઓથી ગભરાઈ જવું અને પલાયન થઈ જવું એ હાર