હુ તારી યાદમાં 2 - (ભાગ-૧૭)

હું ચાલીને આગળ ગયો અને જોયું લોકો ગાડીવાળાને ઘેરીને ઊભા હતા અને એક માણસ ત્યાં બેઠેલા એક વૃદ્ધને આશ્વાસન આપી રહ્યા હતા જેમનું એક્સિડન્ટ થયું હતું. વૃદ્ધ અંકલની ઉમર લગભગ ૬૦ વર્ષ અથવા એનાથી વધુ લાગતી હતી. એમને માથામાં ઇજા થવાના કારણે લોહી નીકળી રહ્યું હતું અને હાથ-પગ પર છોલાઈ જવાના કારણે ત્યાં પણ થોડી ઇજા થઈ હતી. હું ત્યાં ગયો અને એમની પાસે ગયો. મારો સ્વભાવ પહેલાથી નિખાલસ અને મદદનીશ પ્રકારનો હતો. લોકોનું દુઃખ મારાથી ક્યારેય જોવાતું નહોતું. લોકોની તકલીફ દૂર કરવા અથવા મદદ કરવા માટે હંમેશા આગેવાની ધરાવતો હતો એટલે મારાથી અંકલની હાલત જોવાતી નહોતી. મે અંકલને જઈને