જ્યારે પણ સમાજ કે રાજસત્તા વિરૂદ્ધ કોઇ પુસ્તક લખાય કે સમાજમાં સ્થાપિત મુલ્યોથી અલગ લખાણ પ્રકાશિત થાય ત્યારે તેનો વિરોધ કરવામાં આવતો હોય છે અને તે વિરોધને શમાવવા માટે એ પુસ્તકો પર પ્રતિબંધ લગાવી દેવો ેએ સૌથી સહેલો ઉપાય છે. ટુ કીલ અ મોકિંગબર્ડ અને ધ સ્કારલેટ લેટરએ ૧૯૬૦ અને ૧૮૫૦માં પ્રકાશિત થયા હતા જેના પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો.સલમાન રશ્દીની શેતાનિક વર્સને પણ પ્રતિબંધિત કરાઇ હતી.આજે જ્યારે અભિવ્યક્તિને માનવીનો મુળભૂત અધિકાર ગણવામાં આવે છે અને કોઇપણ પ્રકારની સેન્સરશીપનો વિરોધ કરાય છે તેવા સમયમાં પણ કેટલાક પુસ્તકો પર પ્રતિબંધ લાગુ છે જે આંચકાજનક બાબત છે.આજે પણ સેક્સ એજ્યુકેશનને વિવાદાસ્પદ મુદ્દો