પહેલા અઠવાડિયામાં જ આપણને ખબર પડી ગઈ હતી કે આવી રીતે તો આપણને ચાલે એમ નથી. મેં તમને કહ્યું કે હું શાળામાં વાત કરી જોઉં મને છેલ્લા પીરીયડમાં જો છૂટ્ટી આપી દેતા હોય તો આપણે કંઈ બીજું વિચારવું ન પડે. ને મેં શાળાના સંચાલકશ્રી ને વાત કરી. એમણે મને બીજી ગોઠવણ કરી આપવા કહ્યું. એમણે કહ્યું કે મારો દિકરો અહીં શાળામાં જ હોય છે. તમારો દિકરો છૂટે ત્યારે એ તમારા દિકરાને અહીં લઈ આવશે એટલે તમારે વહેલા જવાની જરૂર ન પડે અને આપણી શાળાના વિદ્યાર્થીઓનું ભણવાનું પણ ન બગડે. તમારા દિકરાને એક પીરીયડ જેટલો જ સમય અહીં રહેવું પડશે પછી