પ્રેમની સરહદ

                    !!!  વિચારોનું વૃંદાવન  !!!                        || પ્રેમની સરહદ ||                    આખા શહેરમાં એક પણ એવો માણસ નહી હોઈ કે દીનાનાથ શેઠના નામથી અજાણ હોય. દરિદ્રતાના દરિયામાં ડૂબેલા કેટલાય પરિવારના મુખ પર ખુશીનું સ્મિત લાવે શકે તો એ એક જ વ્યક્તિ એટલે શેઠ. કેટલાય પરિવારની ઉબડ-ખાબડ જીંદગીમાં સુખનો દીવો પ્રગટાવનાર અને શિક્ષણ સાથે સેવાની જ્યોત જગાવનાર હોય તો તે વ્યક્તિ દાનવીર દીનાનાથ શેઠ. આ શહેરમાં બસ એક નામ જ કાફી છે દીનાનાથ શેઠ.