આવ્યા નોરતા, લાવ્યા હર્ષના વંટોળ

ગુજરાતની ધરતી પર જયારે શરદની ઠંડક છવાય છે, ત્યારે હૃદયમાં એક અલગ જ રંગત છવાઈ જાય છે. એ રંગતનું નામ છે નવરાત્રી – શક્તિની આરાધના, સંગીત, નૃત્ય અને આનંદનો અવસ્મરણીય ઉત્સવ. નવ દિવસ સુધી દીવડાની ઝળહળ, ઢોલના તાલ, ગરબા-રાસની ગંજ અને માતાની ભક્તિ સાથે ગુજરાત પ્રફુલ્લલત થઈ જાય છે. ખરેખર, આવ્યા નોરતા, લાવ્યા હર્ષના વંટોળ. નવરાત્રીનો અર્થ અને ઇતિહાસ ‘નવરાત્રી’ એટલે નવ રાતો – નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના. આ પવિત્ર ઉત્સવની શરૂઆત હંમેશા શ્રાદ્ધપક્ષ પૂર્ણ થવા પછી થાય છે. વિક્રમ સંવતના છેલ્લાં પંચાવન દિવસમાં સોળ શ્રાદ્ધ પૂર્ણ થાય છે અને પછી નવરાત્રીનો ઉત્સવ શરૂ થાય છે,