જૉલી એલએલબી 3- રાકેશ ઠક્કર ફિલ્મ ‘જૉલી એલએલબી 3’ (2025) નું સૌથી મોટું આકર્ષણ બંને ‘જૉલી’ અક્ષયકુમાર અને અરશદ વારસી એકસાથે આવી રહ્યા હતા એ ઉપરાંત બંનેનો આમનો સામનો ગણાતું હતું. એ સાથે એક વિવાદ પણ શમી ગયો છે. 2013 ના પહેલા ભાગમાં અરશદ હતો પણ 2017 માં અક્ષયકુમાર સાથે બીજો ભાગ બનાવવામાં આવ્યો ત્યારે એ નારાજ થયો હતો. નિર્દેશક સુભાષ કપૂરે હવે બંને ‘જૉલી’ ને સાથે લાવીને વધુ મનોરંજન આપવાનો પ્રયત્ન કર્યો છે. જૉલી વિરુદ્ધ જૉલીના મુકાબલામાં પીડિતાને ન્યાય મળે છે કે નહીં અને આ લડાઈમાં કોની જીત થાય છે તે ફિલ્મમાં જોઈ લેવું. કેમ કે ટ્રેલરમાં ઘણું છુપાવવામાં આવ્યું હતું. એમાં ફક્ત