15. સાવ અનાયાસે..અમે બંને એ એક બીજા સામે જોયું. બ્લેકબૉક્સ માંથી વાયર બહાર લટકતો હતો. કંપાસ પણ જો સરખી રીતે એક્ટિવેટ થાય તો કામ કરે એમ લાગ્યું. વિમાન ના કંપાસ પણ સામાન્ય કંપાસ જેવી જ હોય, પ્રવાહીમાં તરતી બે મેગ્નેટિક સોય અને એ લિક્વિડ વચ્ચે પાણીની ટાંકીમાં તરતો હોય એવો ફ્લોટ. કંપાસને નુકસાન જરૂર થયેલું પણ એનું લિક્વિડ હજી બધું નીકળી ગયું ન હતું. કોઈક રીતે અમે એર હોસ્ટેસ ના સર્વિસ એરિયામાંથી ટેપ લઈ આવ્યા અને લિક્વિડ સાથે કંપાસ ની સ્થિતિ જેમ હતી એમ એને એલાઇન કરવા લાગ્યા. થોડા પ્રયત્નો પછી અમારી સામે સ્માઈલ આપતું હોય એમ ડાયલ ઊભું કર્યું