ક્રોધ એટલે પોતે પોતાના ઘરને દીવાસળી ચાંપવી, જેમાં પહેલા પોતે બળે, પછી બીજાને બાળે બધા જ લોકો ક્રોધને નાબૂદ કરવાના પ્રયત્નો કરે છે. પણ ખરેખર તો ક્રોધ બંધ કરવાથી નિયંત્રિત નથી થતો. ક્રોધના કારણો બંધ થાય તો ક્રોધ ઉપર નિયંત્રણ આવે. ધારો કે, આપણે બહાર નીકળ્યા હોઈએ ત્યારે માથામાં એક પથ્થર વાગ્યો અને લોહી નીકળ્યું. આપણે જો જોઈએ કે કોઈ છોકરાએ પથ્થર માર્યો તો ક્રોધ આવે. પણ એમ ખ્યાલ આવે કે ડુંગર ઉપરથી પથ્થર ગબડતો આવ્યો ને વાગ્યો તો કોઈ ઉપર ક્રોધ નથી આવતો. એટલે ક્રોધનું મૂળ કારણ છે સામી વ્યક્તિને દોષિત જોવી. નીચેના કેટલાક ઉપાયો કરવાથી ક્રોધને ઝડપથી નિયંત્રિત કરી