વનસ્પતિ સૃષ્ટિની વાત નીકળે એટલે ભારતીય વિજ્ઞાની ડૉ. જગદીશચંદ્ર બોઝનું સ્મરણ થાય. છોડવાઓ અને વૃક્ષો આપણી જેમ જ સુખ-દુઃખનો અનુભવ કરે છે એવું સર્વપ્રથમ ડૉ. જગદીશચંદ્ર બોઝે સાબિત કર્યું. તેમણે પ્રયોગો દ્વારા એવું પણ સિદ્ધ કર્યું કે તે મનુષ્યની જેમ શ્વાસ પણ લે છે, બીમાર પણ થાય છે અને મરણ પણ પામે છે. વૃક્ષો અને વનસ્પતિઓ પર એમણે શરૃ કરેલું સંશોધન કાર્ય ક્લીવ બેકસટર, બી.એન. પુશ્કિન, પ્રો. સિંહ, ડોરોથી રેટેલ લેક જેવા વિશ્વભરના અન્ય વિજ્ઞાાનીઓએ આગળ ધપાવ્યું અને એના વિશે અદ્ભુત સંશોધનો કર્યા.ડૉ. જગદીશચંદ્ર બોઝ ઈંગ્લેન્ડમાં હતા ત્યારે એવો પ્રયોગ કરી રહ્યા હતા કે છોડવાઓ પણ આપણી જેમ સંવેદના અનુભવે