વિજ્ઞાન, નૈતિકતા અને પ્રેમ વચ્ચે સંઘર્ષહર્ષિત ને આજે ઊંઘ આવી રહી ન હતી બસ આમ થી આમ પડખા ફરી રહ્યો હતો. પછી અચાનક કઈક યાદ આવ્યું એટલે પથારી માં થી ઊભા થઈ ને તેણે પોતાના સાથીદાર એવા પેન અને ડાયરી કાઢ્યા અને એક કવિતા લખવા માંડ્યો. સ્ત્રી…એક શબ્દ નહીં,એક અભિવ્યક્તિ છે.શબ્દોથી વિણાતી નહિ, અનુભવથી સમજાય એવી.તે ઘરના દરવાજા જેટલી ખુલ્લી..પણ,હ્રદયના દરવાજા જેટલી સંકુચિત.જ્યાં પ્રેમ છે, ત્યાં એની હાજરી છે,જ્યાં દુઃખ છે, ત્યાં એના હાથનો સ્પર્શ છે.ક્યારેક..તે માટી જેવી હોય,જેમ સમર્પિત થાય અને ઘડાય.અને ક્યારેક પાણી જેવી..,નિરાકાર પણ જીવનદાયી.તેના અસ્તિત્વમાં ઉત્સવ પણ છે અને ઉત્કંઠા પણ..તેને સમજવી હોય તો નહીં જોઈએ શબ્દકોશ..,પણ