એકાંત - 68

સ્વાર્થનું ઉદ્દગમસ્થાન સ્વથી નીકળી છે. સ્વાર્થની અંદર હુંપણાની લાગણી જન્મ લે છે. હું જ છું અને જે વસ્તુ કે વ્યક્તિ છે એ ફક્ત સ્વની હોવી જોઈએ. એના પર સ્વનો હક હોવો જોઈએ.સ્વાર્થ માટે ખોટો રસ્તો પસંદ કરેલ વ્યકિતને મેળવેલું સુખ પણ ક્ષણિક ભોગવવાનું હોય છે; કારણ કે એની અંદર લાલચ પેદા થાય છે. એ લાલચ પૂરી થઈ ગયાં પછી સ્વને વસ્તુ કે વ્યક્તિ પર અણગમો થવા લાગે છે.ભુપત એના સ્વાર્થ માટે થઈને એના જ દોસ્તની પીઠ પાછળ એની પ્રેયસી સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો. એ લાલચમાં એટલો અંધ બની ગયો હતો કે સાચા અને ખોટાનું ભાન ભૂલી ગયો હતો.સતત