હોલિવુડની ફિલ્મોમાં સફળતા મેળવવી એ દરેક કલાકારનું સ્વપ્ન હોય છે કારણકે આ ફિલ્મોમાં સ્ટાર બનનાર કલાકારોને અઢળક લોકપ્રિયતા હાંસલ થાય છે જેને તે હંમેશા ઇચ્છતા હોય છે ત્યારે આ હોલિવુડ સ્ટારની સફળતા પાછળ કેટલી વેદના છુપાયેલી છે તે જાણવું પણ એટલું જ વિસ્મયકારક બની રહે છે.માર્લન બ્રાન્ડો, ચાર્લી ચેપ્લીન, રીટા હેવર્થ, સોફિયા લોરેનનાં નામ કોઇ પણ ફિલ્મ ચાહક માટે અજાણ્યા નથી.પણ આ કલાકારોનાં ભૂતકાળ તેમનાં બાળપણ અને તેની વેદનાને જાણીએ છીએ ત્યારે આશ્ચર્યચક્તિ થઇ જવાય છે. હોલિવુડનાં આ સ્ટાર પૈકી એક અભિનેત્રીનું નામ છે ક્લેરા બો.જ્યારે કલાકારોને કેટલાક લાગણીશીલ દૃશ્યો ભજવવાનાં આવે છે ત્યારે તેઓ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને આંખમાં