કાગડો અને ગામની ભ્રાંતિ

  • 4

કાગડો અને ગામની ભ્રાંતિએક નાનકડા ગામમાં એક કાગડો રહેતો હતો. કાળો, કર્કશ અવાજ ધરાવતો, બિલકુલ સામાન્ય કાગડો. એમાં ખાસ એવું કંઈ નહોતું. પરંતુ લોકોની એક અજાણી આદત હોય છે – તેઓ ક્યારેક સામાન્યને અસામાન્ય બનાવી મૂકે છે, અને ભ્રમને એટલો મોટો આકાર આપે છે કે સત્ય પાછળ રહી જાય.ગામના લોકો વારંવાર કાગડાને જુદી જુદી ઉપાધિઓ આપતા. ક્યારેક કહેતા – “અરે આ તો રાજા છે, સૌ કાગડાઓનો શિરમોર!” ક્યારેક મજાકમાં એને કવિ કહી દેતા, “આના ચિંચાટમાં પણ કાવ્યનો સંગીત છુપાયેલો છે.” અને ક્યારેક તો એવું પણ બોલી નાખતા કે “આ કાગડો તો ગાયક છે, કોયલને પણ હરાવી દે એવો.”શરૂઆતમાં કાગડાને આ