ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. ગુફાના અંધારામાં ગોળીબારના પ્રચંડ અવાજ ગુંજી ઉઠ્યા. પથ્થરના થાંભલાઓ પર સીસાના અથડામણની ચિંગારી ઝબકારા મારી રહી હતી. શંકર રાવ એક વિશાળ પથ્થરની આડમાં છુપાઈને પિસ્તોલ નું ટ્રિગર દબાવતો હતો—એની આંખોમાં રક્ત પીપાસા ઝળહળતી હતી. ફુલચંદ પોતાના લોકો સાથે એટલો જ દૃઢ હતો. “શંકર! સરેન્ડર થા!” સજ્જને ગુસ્સે બૂમ પાડી. “તારી જેવા કૂતરાઓ સામે સરન્ડર?” શંકર રાવનો ખડખડતો અવાજ ગુફાના ગર્ભમાં ગુંજ્યો. અચાનક બન્ને તરફથી ગોળીબારનો સળિયો થયો. એક બુલેટ ફુલચંદના ખભામાં વાગી, પણ એનો હાથ કંપ્યો નહીં. એણે પોઝિશન બદલી