“રહસ્ય” એ એક એવી માનસિક થ્રિલર વાર્તા છે, જ્યાં એક લેખક મિત અચાનક એક અજાણી ડાયરી હાથમાં લે છે. એ ડાયરીમાં લખાયેલું બધું હકીકતમાં બનવા લાગે છે. શરૂઆતમાં આકર્ષક લાગતી આ ઘટના ધીમે ધીમે તેને પોતાના ભૂતકાળની આગ, વિશ્વાસઘાત અને એક અંધકારી છાયા તરફ ખેંચી જાય છે. દરેક પાનાં સાથે એક નવું સત્ય ખુલ્લું પડે છે— પણ અંતે રહસ્ય એ જ રહે છે કે મિત પોતાની છાયા સામે ઊભો રહી શકશે કે નહીં.