એકાંત - 65

પ્રવિણની માએ કાજલને શાપ આપ્યો, કારણ કે એણે પ્રવિણ પિતા ના બનવાને કારણે એનાં પર એસિડ ફેંક્યું. સોમનાથ દાદા એનો ખોળો હમેંશા બાળકોથી ખાલી રાખે. આવો શાપ એમણે દીધો એ દલપત કાકાને જરાય ના ગમ્યું. તેઓ પ્રવિણનાં બેડ પર બેસી ગયાં. પોતાના પતિએ કહેલી વાતો પણ યોગ્ય હતી. દરેક વ્યક્તિ એનાં કર્મોથી બંધાયેલો હોય છે. સારાં કર્મોથી એ ભગવાનનાં હૃદયમાં વાસ કરે છે, જ્યારે ખરાબ કર્મોથી એ નરકને આધિન થાય છે. ફરી એને ચોર્યાસી લાખ યોનિમાંથી પસાર થઈને મનુષ્યના અવતારમાં અવતરે છે. પ્રવિણની મા એમની કહેલી વાત પરથી ક્ષોભીલા પડી ગયા. એક બ્રાહ્મણની દીકરી થઈને એમણે કોઈ દીકરી વિશે આવું બોલતાં