...ને આખરે ભાલકાના ગેટ પાસે આવીને હું ઉભો રહ્યો, જ્યાં હજારો વર્ષ પૂર્વે પોતાના સમગ્ર જીવનકર્મને પૂરૂ કરીને કૃષ્ણ આવીને થોભી ગયા હશે- તે કહેલુ કે, "ત્યાં એક ભાર-એક વિષાદ તને ઘેરી વળ્યો હતો." એ તરત મને યાદ આવ્યું પણ થયું એમ નહિ મને શું અનુભવાય છે એ જોવું છે મારે...હું ભાલકાની અંદર જાઉં છું તો ડાબી તરફ લીલ બાઝી ગયેલ એક કુંડ જેમાં માછલીઓ પણ જોઈ અને જમણી તરફ કોઈ ભપકો ના લાગે છતાં આંખને ગમે એવી કોતરણી વાળું મંદિર. ને આગળ કેટલાય પાનખરના પીપળા છું, દુર સુધી દેખાતા મેદાનમાં કેટલીક જેમાં ગાયો ચરે છે, એ જોતાં જોતાં મને