"આ તો સાવ ખોટી માહિતી આપવી કહેવાય." ધીમે થી જ જોસેફે જણાવ્યું.ટેક્સી ડ્રાઈવરે અવગણના કરીને ગિરધારી લાલ ના મૃતદેહને બતાવી પછી પોતે હવે પોતાના પેસેન્જર સાથે નીકળી જશે એમ કહીને જવા માટે તૈયારી કરી."આ એક ચિઠ્ઠી નીચે પડી હતી. " જોસેફ આગળ આવ્યો."શું છે આ ચિઠ્ઠીમાં?" એમ્બ્યુલન્સ ડ્રાઈવરે પુછ્યું."આ ચિઠ્ઠીમાં તેમના પુત્ર નો મોબાઈલ નંબર છે. જેની પર ફોન કરીને અમે તેમને માહિતી આપી અંહી બોલાવ્યા." જોસેફ સમજાવે છે.એ જ વખતે પોલીસ જીપ સાથે એક ગાડી પણ એ જ રસ્તે આવીને ઊભી રહી. એમ્બ્યુલન્સ સેવા સાથે આવેલા ડોક્ટરે પછી તરત જ મૃતદેહ ની ચકાસણી કરીને કહ્યું:"આ વ્યક્તિ મૃત્યુ પામી ચુકી