જોસેફ અચાનક જ આ બધી બનતી ઘટનાઓ થી હતપ્રભ બની જાય છે. એ ટેક્સી ડ્રાઈવર સામે જોઈ પછી આંખ બંધ કરીને આરામ કરવા માંગે છે. એ જ વખતે તેને ફરીથી કોઈ બોલાવે છે."જોસેફ.. જોસેફ..." જોસેફ સફાળો ઊઠી ગયો પણ કારની અંદર કોઈ ન હતું. એ ફરીથી ચુપચાપ જ આંખ બંધ કરવાનો હોય છે કે એને કારની સામે જ ઊભેલા ગિરધારી લાલ દેખાય છે."એ...રોકો." જોસેફ ટેક્સી ડ્રાઈવર ને કહે છે."શું થયું?" ટેક્સી ડ્રાઈવર અકળાઈ જાય છે."કોઈ વૃદ્ધ વ્યક્તિ ટેક્સી ની આગળ હતો. " જોસેફ જણાવે છે."શું વાત કરો છો? એમ થોડું કોઈ હોય અને હું ટેક્સી આગળ વધારું." ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું."જો