ધ્વનિ શસ્ત્ર - ભાગ 18

"શું ક્યાં છે ધરતીકંપ?" ત્રિશલા સમજી ન શકી."બહુ સવાલો ન કર." જોસેફ ત્રિશલા ને બપોરે સોસાયટી ના કોમન પ્લોટમાં લઈ જાય છે તો આજુબાજુના લોકોને ખુબ આશ્ચર્ય થાય છે."જોસેફ શું થયું?" બીજા એક મકાન માલિકે પુછ્યું."ધરતીકંપ નો આંચકો આવશે." જોસેફ બોલે છે."શું?" એ હસવા લાગ્યા.અચાનક જ સોસાયટી ના કુતરાઓ પણ વિચિત્ર અવાજે રડવા લાગ્યા અને આ શું? ધરા ધ્રુજી ઊઠી. મકાન થોડા સમય માટે જાણે કે હવામાં લહેરાતા હતા. બધા જ લોકો સ્તબ્ધ થઈ ઘરની બહાર નીકળી જાય છે."શું થયું?" જોસેફ ત્રિશલા ની તરફ જોવે છે." આ શું હતું? આ કેવી રીતે શક્ય બને? " ત્રિશલા તો દિગ્મૂઢ બની જોસેફ