ધ્વનિ શસ્ત્ર - ભાગ 17

"શું?" ડોક્ટર પ્રતિભાએ તરત જ જોસેફ સાથે કોમ્પ્યુટર રૂમમાં જવાનું નક્કી કર્યું. કોમ્પ્યુટર રૂમમાં પહોંચી ગયા પછી જોસેફ હતપ્રભ બની ગયો. ફરીથી તરંગ ધ્વનિ ૧૮ હર્ટઝ બની ગઈ હતી."હું સાચું કહું છું મેં ત્રણ થી ચાર વખત પ્રયત્ન કર્યો પણ તરંગ ધ્વનિ બદલાઈ નહીં. " જોસેફ પોતાનો બચાવ કરે છે."હવે રહેવા દે. તું અંહી જ રહે." ડોક્ટર પ્રતિભાએ સમજાવ્યું.ડોક્ટર પ્રતિભા દોડીને ટેસ્ટ કેસ પાસે પહોંચ્યા ત્યાં સુધી તો ટેસ્ટ કેસ ચુપચાપ હતો. ડોક્ટર પ્રતિભાએ પુછ્યું:"શું સંભળાય છે?""મને અમ્મી અબ્બુ દેખાય છે. એ લોકો જીવતા છે. મને ધીમા અવાજે કંઈક કહેવા માંગે છે." ટેસ્ટ કેસે કહ્યું."શું?" ડોક્ટર પ્રતિભા પણ હતપ્રભ બની