આખરે સેમેસ્ટર પૂરું થયું. બધા વિદ્યાર્થીઓ એકદમ ખુશખુશાલ હતા. મોટા ભાગના વિધાર્થીઓ પોત પોતાના ઘરે જવા નીકળી ગયા હતા. પરંતુ, અર્જુનના મિત્રોનો કંઈક અલગ જ પ્લાન હતો. "આપડે બધા ટ્રીપ પર જઈ રહ્યા છીએ." અમન એ ઉત્સાહમાં જાહેરાત કરી.અર્જુન એ માથું ધુણાવ્યું. "મને રસ નથી."વિકાસ ચિડાયો "તું ક્યારેય કોઈ મસ્તી મજા માટે હા નથી પાડતો.""કારણ કે મારે જરૂર નથી." અર્જુન એ શાંતિ થી જવાબ આપ્યો."કમ ઓન અર્જુન, ફરી કોલેજ ના સિરિયસ માહોલ ચાલુ થાય એ પહેલાં ની છેલ્લી ટ્રીપ છે. આમ એકલસૂડો ન બન." નેહા એ કહ્યું. સમીર મરક્યો "એ પહેલેથી જ છે."રિયા, જે અત્યાર સુધી શાંત હતી, આખરે બોલી "હું શરત