બધાની વચ્ચે બિન્દાસ ડેરિંગ કરીને વંશિકા મારી અને શિખાની પાસે આવીને ઊભી રહી અને બોલી.વંશિકા :- હેલો ફ્રેન્ડ્સ.હું અને શિખા :- વેલકમ વંશિકા. પ્લીઝ ટેક યોર સીટ.હું ઊભો થયો અને એક ખુરશી વંશિકાની બાજુમાં ખસેડી જેવી રીતે એક મેચ્યોર મેન એક લેડીઝને રિસ્પેક્ટ આપે છે એવી રીતે. વંશિકાએ પણ મને થેંકયુ જેન્ટલમેન કહ્યું અને પોતાની ખુરશી પર બેસી ગઈ. કામમાં ૧:૩૦ વાગી ગયો હતો અને સમય ક્યાં જતો રહ્યો એનો ખ્યાલજ નહતો રહ્યો એના કારણે મને પણ બહુ ભૂખ લાગી હતી. શિખા અને વંશિકાએ પોતાની ટિફિન ખોલ્યું અને અમારા ત્રણેય વચે ટેબલ પર મૂક્યું. બંને ટિફિન પહેલી સુગંધ ખૂબ જાણીતી