ચાર કલાક પછી પ્રવિણના ઓપરેશનના રુમની લાઈટ બંધ થઈ.સૌ કોઈ ડૉકટરના બહારે આવવાની રાહ જોવા લાગ્યા.થોડીક મિનિટોમા ડૉકટર એમના હાથના ગ્લોવઝ અને માક્સ કાઢતા રુમની બહાર નીકળ્યા.એમની પાછળ બીજા જુનિયર ડૉકટર પણ હતા.ડોકટરને જોઈને દલપત કાકા એમની પાસે પહૉંચી ગયા,"ડૉકટર પ્રવિણનુ ઓપરેશન કેવુ રહ્યુ?એ ખતરાની બહાર તો છે?"દલપત કાકાના સવાલમા એમના દીકરાની ચિંતાઓ સાફ દેખાય રહી હતી.પ્રવિણની મમ્મી અને કુલદીપનાં પેરેન્ટ્સ ડૉકટરનાં જવાબ સાંભળવા માટે અધીરા થઈ રહ્યા હતા. "જુઓ અંકલ સોમનાથ દાદાની કૃપાથી પ્રવિણનુ ઓપરેશન સફળ થયુ છે.બીજી જરુરી વાતો હુ તમને અહી નહિ કહી શકુ.મારા કેબિનની અંદર જઈને તમને બોલાવીશ.બાકીની વાતો હુ તમને ત્યાં જ સમજાવીશ."ડોકટર પ્રવીણની ઉંમરનો હતો.એણે