માતા નું શ્રાધ્ધસવારથી જ ઘરમાં ઉતાવળ હતી. અજિતની પત્ની એક તરફ રસોડામાં અને બધી જગ્યા એ દોડાદોડી કરી રહી હતી, બીજી તરફ પાતીલમાં દાળ ઉકાળી રહી હતી. થાકેલા શ્વાસ વચ્ચે પણ એ બોલી ઊઠી—“અજિત, જરા પાણી ગરમ કરાવી દો, બ્રાહ્મણોને જમાડવાના પહેલાં હાથ ધોવડાવવા ના છે.”અજિત ચૂપચાપ ઊભો હતો. આંખો સામે સતત માતાનો ચહેરો આવતો હતો. પત્નીના અવાજ પર પણ એને જવાબ આપવાનો મન નહોતો. અંતે ધીમેથી બોલ્યો—“હા… કરી દઈશ.”બ્રાહ્મણો આવ્યાં. જમવા બેસાડ્યા. પત્ની હોશે–હોશે થાળી ભરતી હતી, પણ અજિતનું મન ક્યાંક દૂર ખોવાઈ ગયું હતું. એને યાદ આવતું હતું—> “બેટા, તું ભણજે, તું મોટો માણસ બનજે. હું મજૂરી કરી