ભૂલ છે કે નહીં ? - ભાગ 84

  • 716
  • 376

તમારા મગજમાં જે સવાલ અત્યારે આવ્યો એ મારા મગજમાં બહુ જ પહેલાથી હતો. કે અત્યારની આપણી આવક પહેલાં મારી નોકરી ચાલુ હતી તેના કરતા ઓછી છે છતાં આપણે સરળતાથી ઘર સંભાળી શકીએ છીએ. તો પહેલાં એવું તો શું હતું કે મમ્મી પાસે પૈસા બચતા જ ન હતા. ન તો એ સમયે દિકરો હતો કે ન કોઈ બિમાર રહેતું હતું જેની પાછળ પૈસા વપરાય જાય. પણ એ સવાલનો જવાબ ક્યારેય ન મળ્યો. અને એ વિશે મેં તમને ક્યારેય કહ્યું પણ ન હતું. તમે જ્યારે મને આ સવાલ કર્યો ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે આપણે એ બધું નથી વિચારવું બસ