કાજલે આક્રોશમાં આવીને પ્રવિણના ચહેરા પર એસિડ ફેંકી દીધું હતું. પ્રવિણ ઓપરેશન રૂમમાં જીવન અને મરણ વચ્ચે લડાઈ લડી રહ્યો હતો.કાજલના પપ્પાએ કાજલની ભૂલ માટે દલપત કાકા પાસે માફી માંગી લીધી અને દલપત કાકાએ મોટું મન રાખીને માફ કરી દીધાં. એ પછી કાજલના પપ્પાએ એમને એક સવાલ પૂછવાની પરવાનગી માંગી લીધી. દલપત કાકાએ એમને પરવાનગી આપી દીધી. "મને ખોટો ના સમજતા, પણ જો પ્રવિણની જગ્યાએ કાજલ હોય; એ કોઈ કારણસર તમારાં પરિવારને વારસ ના આપી શકી હોય, તો શું પ્રવિણે એનો સ્વીકાર કર્યો હોત?"કાજલનાં પપ્પાએ કરેલાં સવાલથી દલપત કાકા ઊંડાં વિચારમાં પડી ગયા. આ સવાલનો જવાબ એમની પાસે હતો નહીં, કારણ