અલખની ડાયરીનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ ૫ અર્જુનના હુમલાથી બચ્યા પછી અદ્વિક ભય અને થાકથી ધ્રૂજી રહ્યો હતો. તેણે જોયું કે ડાયરીનો કાળો રંગ ઉતરી ગયો હતો અને તેના પાના ફરીથી સફેદ થઈ ગયા હતા. પણ એક પાનું ફાટી ગયું હતું અને તેમાંથી એક કડી ગાયબ હતી. અદ્વિકને સમજાયું કે અર્જુને ડાયરીમાંથી એક મહત્ત્વનો ભાગ ચોરી લીધો હતો. તે નિરાશ થઈને મંદિરમાં બેઠો હતો, ત્યારે એક વિચિત્ર અવાજ સંભળાયો. "અરે ભાઈ! આ મંદિરમાં ભૂત-પ્રેત છે કે શું? મેં તો સાંભળ્યું છે કે અહીં શાંતિ મળે છે પણ અહીં તો લડાઈ ચાલી રહી છે." અદ્વિકે જોયું. તેની સામે