!! વિચારોનું વૃંદાવન!! || પાંગરેલા પર્ણ || ગામડાંના એક સાવ એવા મધ્યમ પરિવારમાં મારો જન્મ થયેલો. ગામડાની શાળામાં બાલવાટીકાથી લઇ માધ્યમીકના અંત સુધીની સફરમાં હું અને પાયલ સાથે ભણ્યા હતાં. ઉચ્ચતરમાં તે બાયોલોજીની બાહુબલ્લી અને હું મેથેમેટિક્સનો મહારથી બનવાના સપના સાથે અમે નહીં પણ અમારા પ્રવાહ અલગ થયેલા. હંમેશા શિક્ષણને જ પ્રાધાન્ય આપી એકબીજા સાથે જોડાયેલા રહ્યા. પરંતુ આ બધાય વચ્ચે અમારી પરસ્પર સમજુતી અને લાગણી તો અતુટ જ હતી. યુવાનીના ઉંબરે પહોંચ્યા