આગળ આપણે જોયું, માનવ ધનરાજને ઓફિસમાં જઈને મળે છે અને કહે છે, "કાલે રાત્રે મેં તમને તમારી પર્સનલ સેક્રેટરી સાથે પબમાં જોયા હતા. સારું થયું કે હું અને મીરા બંને સાથે હતા અને મીરાએ જોયું નહીં, અમે તરત જ પબની બહાર નીકળી ગયા. જો મીરાએ જોયું હોત તો શું થાત? એટલે મહેરબાની કરીને તમારી સુંદર પત્નીને દગો ન આપો. આ ઉંમરે આવું બધું તમને શોભા નથી દેતું."ધનરાજ ખીજાઈને કહે છે, "તારી હેસિયત શું છે? ગરીબ મિકેનિક, ચાલ નીકળ અહીંથી! તને અંદર આવવાની પરવાનગી કોણે આપી? અને તું છે કોણ મને સલાહ આપનાર? તું તારું કામ કર. હું મારી સેક્રેટરી સાથે