બચપણ ની પ્રીત

  • 3

તન્વી અને સમીર બાળપણથી સાથે હતા. એકજ શાળા, એકજ ગલી, એકજ રમણગમતી યાદો—બન્ને એકબીજાને એટલા સારી રીતે ઓળખતા કે એમને લાગતું, શબ્દો વગર પણ મનની વાત સમજી શકાય. બાળપણથી લઈને યુવાની સુધી તેમની મિત્રતા એવી રહી કે ક્યારેય કોઈ તણાવ આવ્યો નહીં, પણ સમયની સાથે એ મિત્રતામાં ધીમે ધીમે અજાણી લાગણી ઉગી આવી.તન્વી વારંવાર સમીર સાથે વાત કરતી, એના નાના નાના હાસ્ય પર ખીલખીલાટ કરતી, પણ મનના કોઈ ખૂણે એને લાગતું કે આ સંબંધ હવે ફક્ત મિત્રતા સુધી રહ્યો નથી. હૃદયનો પતંગ પ્રેમના આકાશમાં ચડાવવો છે એવી ઇચ્છા વધતી, પરંતુ હાથમાંથી દોરી સરકી જશે એની ભીતિ પણ સાથે જતી. સમીરના