14. શોધખોળઅમે પુરુષો, કેટલીક હવે બચેલી પ્રૌઢ એટલે જ પૂરી અનુભવી અને માયાળુ મહિલાઓ સાથે મળીને કામ કરવા લાગ્યાં.ક્યાંકથી કોઈ લાકડાં વીણી લાવે, કોઈ પ્લેનની અણીદાર બ્લેડ ભરાવી લાકડાં ફાડે, કોઈ વેલાઓ તોડતું જાય અને કોઈ ગાંઠો મારી લાકડાં બાંધી, સાથે ક્યાંયથી પણ અમારા સામાનમાંથી મળે એવો પ્લાસ્ટીકનો ટુકડો બાંધતું જાય. આમ ટ્રાયલ એરર કરતાં આખરે અમારી ટુકડીએ તરાપા બનાવ્યા.એક વાર બનાવ્યું એટલે ફાવટ આવી ગઇ. બીજા બે તરાપા બનાવ્યા.અમે ત્રણ ટુકડીઓ બનાવી ટાપુ આસપાસ અલગ અલગ દિશાઓમાં જવાનું નક્કી કર્યું. કેટલાક લોકો ટાપુની અંદર ઊંડે ગયા અને અમને પ્લેનમાંથી મળેલાં પતરાંનો ઢોલ બનાવી કોઈ ઝાડની ડાળીથી એને વગાડી દૂર