સત્ય અને અસત્ય

(210)
  • 668
  • 3
  • 182

સત્ય અને અસત્યમાનવજીવનનું સૌથી મોટું શણગાર સત્ય છે. જો જીવનમાં સત્ય ન હોય તો બધું ખાલી નાટક બની જાય છે. માણસ પોતાને પણ છેતરે છે અને બીજાને પણ. આજકાલ મોટો પ્રશ્ન એ છે કે સત્ય જાણીને પણ ઘણા લોકો અસત્ય તરફ ઝુકે છે. આ વાતને “માનસિક ગુલામી” કહી શકાય. શરીરની ગુલામીથી પણ વધારે ભયાનક ગુલામી એ છે જ્યારે મન અને વિચાર અસત્યના કબજામાં આવી જાય.જ્યારે માણસ સત્યને જાણે છે પણ છતાં ખોટા ને સાચું માની લે છે, ત્યારે એ પોતાની નબળાઈ બતાવે છે. એ ફક્ત પોતાને નહીં પરંતુ આખા સમાજને ખોટી દિશામાં દોરી જાય છે. ધીમે ધીમે જૂઠ બોલવું, ખોટી