કાજલની ઘરે દલપત કાકા અને પ્રવિણ એ બન્નેનાં લગ્નની વાત કરવાં આવી પહોંચ્યાં હતાં. અત્યાર સુધી બધું નોર્મલ હતું. કાજલે સૌને ચાય અને નાસ્તો પીરસી દીધાં હતાં. દલપત કાકાએ ચાય પીવાની સાથે પ્રવિણ અને કાજલની વાત કાજલનાં પપ્પા પાસે ઊખેડી. એ હજુ આગળ બોલવાં જાય ત્યાં કાજલે એમની વાત કાપી નાખી."મારે પ્રવિણ સાથે થોડીક વાત કરવી છે. મહેરબાની કરીને અમે વાતો કરી લઈએ પછી આ સંબંધની વાત આગળ તમે વધારશો તો મને ગમશે."કાજલે બે હાથ જોડીને વિનમ્રતાથી કહ્યું. કાજલનાં મમ્મીએ તર્જની હોઠ પર રાખીને કાજલને વડીલની વચ્ચે ના બોલવાં માટે ચૂપ કરાવી."મમ્મી આ મારી પૂરી જિંદગીનો સવાલ છે. મારે મારી જિંદગીનો