ભુપત કાજલ પાસે પ્રવિણની સાચી ખોટી વાતો કરવાં લાગ્યો. પ્રવિણે એની અને કાજલનાં મેરેજની વાત દરેકને કહી જણાવી એ વાત સાંભળીને કાજલને દુઃખ થયું. સૌથી મોટું દુઃખ એ જાણીને થયું કે પ્રવિણે એ પણ જણાવ્યું કે તેઓ બન્ને એકાંતમાં મળ્યાં હતાં.ભુપત કાજલને હિમ્મત આપતો એનો હાથ પકડીને કહ્યું : "કાજલ, હું તને અને પ્રવિણને સારી રીતે ઓળખું છું. તમે લોકો કુલદીપ અને ગીતા જેવી ભૂલ કરો જ નહીં. આ પ્રવિણને એવી વાત ના કરવી જોઈએ કે તમે એકાંતમાં મળ્યાં હતાં. સમાજ એમનાં ખરાબ વિચારથી એવું વિચારશે કે તમે બન્ને એક થવાં મળ્યાં હશો."ભુપત આવુ બોલ્યો એ સાથે કાજલનાં આંખમાંથી આંસુ