"એ તું કોણ છે?" ટેક્સી ડ્રાઈવરે ગુસ્સે થઈ પુછ્યું."હું ત્રિશલા છું. કોઈ રાત્રે રહેણાંક વિસ્તારમાં હોર્ન મારે છે?" ત્રિશલા એ કહ્યું.આ બધો શોર બકોર સાંભળીને જોસેફ બહાર આવી ગયો. જોસેફ કપડાં પહેરીને બેગ લઈને જતો હતો.એ જ વખતે ત્રિશલા એ તેને ટોક્યો." તમે ચિંતા ન કરો. હું ભાભીને કહીશ કે આ ટેક્સી ડ્રાઈવર કેવો બેકાર છે? ટેક્સી કંપની થી બીજી મંગાવી લો." "શું?" જોસેફ હતપ્રભ બની ગયો."બાય ધ વે સફરજન મસ્ત હતા. ભાભીને આભાર કહેજો." ત્રિશલા બોલે જ જતી હતી.જોસેફ ગુસ્સા વાળી નજરો નાખીને પછી નીકળી ગયો. ટેક્સી ડ્રાઈવર પણ જોસેફ ના આવ્યા પછી શાંત થઈ ગયો. "અરે.. અરે.. શું માણસ છે?"